Ad Code

વિદ્યાર્થી મિત્રો...


માસ પ્રમોશન એટલે હાલ તમે જે (ધોરણ ૧ થી ૮ અને ધોરણ ૯ અને૧૧) ધોરણમાં હતાં, તેમાંથી આગલા ધોરણમાં આવી ગયા....હવે તમારે વાર્ષિક પરીક્ષા આપવાની રહેતી નથી.
વિદ્યાર્થી મિત્રો હાલ કોરોના વાઇરસની મહામારીને લઇને આપડે ઘરની બહાર નિકળી શક્તા નથી. તમારે ઘરે બેસીને Social mediaનો ઉપયોગ કરીને આગળના ધોરણનો પ્રમાણસર અભ્યાસ ચાલુ કરી દેવો જોઇએ જેથી ઘેર બેઠા સમયનો સદઉપયોગ થાય.
હાલ જે વિદ્યાર્થી મિત્રો ધોરણ ૯માં હતા હવે તે ધોરણ ૧૦માં આવી ગયા છે. ધોરણ ૧૦નું ગણિત મારીજ શાળા નહીં પરંતુ આખી ગુજરાતની શાળાઓ માટે પડકાર રૂપ બાબત છે. ચાલુ વર્ષે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને આખું ગણિત ઘેર બેઠા નિઃશુલ્ક ભણવા મળે તે માટે હું Social mediaનો ઉપયોગ કરીને ભણાવવાનો છું. આમાં ઓનલાઇન ક્લાસ, ઓનલાઇન વિડિયો, ઓનલાઇન ટેસ્ટ, તમારા પ્રશ્નોનું નિરાકરણ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવશે.
આ લાભ લેવા તમારે તમારા મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, કે લેપટોપ દ્વારા મારી સાથે ઘેર બેઠા નિઃશુલ્ક જોડાવવાનું રહેશે.
ઓનલાઇન શિક્ષણ માટે YOUTUBE, ZOOM વગેરેનો ઉપયોગ કરશું.
આ માટે તમારે YOUTUBEના સર્ચબારમાં જઇને bhatt alpesh લખીને સર્ચ કરતાં જે ચેનલ આવે તેને સબસ્ક્રાઇબ કરવાનું રહેશે. ત્યારબાદ playlistમાં ધોરણ ૧૦ ગણિત પસંદ કરતા તમને તમામ પ્રકરણના એનિમેટેડ વિડિયો મળશે. જે તમે ડાઉનલોડ કરીને તમારા સમયે 100% મફત ઉપયોગ કરી શકો છો.
તમારા સમયાંતરે ગૃહકાર્ય, એસાઇનમેન્ટ,ઓનલાઇન ટેસ્ટ વગેરે લેવામાં આવશે.  જે bhattalpesh.blogspot.com  પર મુકવામાં આવશે.
તો ચાલો આજે જ શુભ શરૂઆત કરીએ...
ધોરણ ૧૦નું ગણિત શરૂ કરતાં પહેલા થોડું બેઝીક ગણિત પાકું કરી લઇએ...
અવયવીકરણ શીખવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો....
















ધોરણ ૧૦ના તમામ વિડીયો...






Post a Comment

0 Comments

Close Menu